Skip to main content
Advertisement
Advertisement

વિશ્વ સિંહ દિવસઃ ગુજરાતની 'આન બાન અને શાન' છે એશિયાઇ સિંહ | World Lion Day: Gujarat Aan Ban and Shaan is the Asian Lion

Advertisement
10 ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. આ દિવસની વન વિભાગ દ્વારા દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. આખા એશિયાખંડમા માત્ર અને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર્ના ગીર જંગલમા સિંહની વસ્તી છે. એશિયાટિક સિંહો ગુજરાતની આન બાન અને શાન ગણાય છે. 10 ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. આ દિવસની વન વિભાગ દ્વારા દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. આખા એશિયાખંડમા માત્ર અને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર્ના ગીર જંગલમા સિંહની વસ્તી છે. આપણને સ્વાભવિક એક પ્રશ્ન થાય કે હિંદુસ્તાનમા કોઇ પણ જગ્યાએ નહીં અને ગીર જંગલમા જ સિંહની વસ્તી કેમ? આનું કારણ કાળક્રમે પૃથ્વીમાં થયેલી ઉથલપાથલ છે. એક વખત સૌરાષ્ટ્રનો ભાગ આફ્રિકા ખંડ સાથે જોડાયેલો હતો. ભયંકર ભુકંપ આવવાને કારણે આફ્રિકા ખંડ જ્યાં સિંહોની વસ્તી હતી તે ભૂભાગની પ્લેટ ખસી ગઇ અને આફ્રિકાનો સિંહની વસ્તી વાળો ભાગ એશિયાખંડ્મા હિન્દુસ્તાન સાથે જોડાઇ ગયો અને ગીર સિંહોનું રહેઠાણ બની ગયું.

એશિયાઇ સિંહએ બિલાડી વંશનું સૌથી ઊંચું અને વાઘ પછીનું સૌથી મોટું પ્રાણી છે. આ પ્રાણી આખા વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. એશિયાઇ સિંહે એ ભારતમાં જોવા મળતી 5 “મોટી બિલાડી” ઓ માંથી એક છે. અન્ય ચાર પ્રજાતિમાં બેંગોલ ટાઇગર, ભારતીય દિપડો, બરફનો દીપડો, અને ધબ્બેદાર દીપડો વગેરે છે. પહેલાના સમયમાં તે અરબસ્તાનથી છેક સુમાત્રા સુધી જોવા મળતા હતાં, ત્યારે તેની ત્રણ પ્રજાતિઓ હતી બંગાળના સિંહ, અરેબીયાના સિંહ અને ઇરાનનાં સિંહ, વખત જતાં આજે તે ફક્ત ભારતનાં થોડા ભાગ પૂરતા જ જોવા મળે છે. હાલ આફ્રિકામાં જોવા મળતા સિંહ કરતા તે આકારમાં નાનાં અને રંગ ઝાંખો હોય છે. પરંતુ આક્રમકતા આ બંન્ને પ્રજાતિમાં સરખીજ હોય છે.

વિશ્વમાં સિંહનું આયુષ્ય વધુમાં વધુ 29 વર્ષ નોંધાયેલું છે, જુનાગઢ ખાતે આવેલા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં વધુમાં વધુ ૨૩ વર્ષ અને અમદાવાદ પ્રાણીસંગ્રહાલયમાં ૨૬ વર્ષ નોંધાયેલું છે. સામાન્ય રીતે જ્યાં સિંહની વસ્તી હોય છે, ત્યાં વાઘ રહેતા નથી અને એનું કારણ બીજું કશું નહિ પણ એ હકીકત છે કે સિંહ અને વાઘ બન્નેને રહેઠાણ માટે અલગ અલગ પ્રકારનાં જંગલની જરુરિયાત હોય છે. સિંહને પાંખા આવરણવાળા જંગલ માફક આવે છે જ્યારે વાઘને ગાઢા જંગલો વસવા માટે પસંદ હોય છે. સિંહને ૧૮ નખ હોય છે. આગળના પગમાં ૪-૪ અને પાછળના પગમાં ૫-૫. એક અંદાજ પ્રમાણે એશિયાટીક સિંહ ભારતદેશમાં લગભગ 50,000 થી 1,00,000 વર્ષ પહેલા પ્રવેશ્યા. 1880થી 1890 સુધીમાં દેશમાંના અન્ય રાજ્યોમાંથી ધીરેધીરે સિંહનો સફાયો થયો, અને ફક્ત ગીરના જંગલ પૂરતા તે સિમીત રહી ગયા.

જૂનાગઢ નવાબે સિંહની વસ્તીને પર્યાપ્ત રક્ષણ પુરૃ પાડતા 1904થી 1911ના વર્ષ સુધીમાં સિંહની વસ્તી વધી હતી. નવાબના અવસાન બાદ વાર્ષિક 12થી 13 સિંહોનો શિકાર કરવામાં આવતો. 1911થી સિંહના શિકાર ઉપર ચુસ્તપણે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. 1913માં જૂનાગઢના મુખ્ય વન અધીકારી તરફથી કરવામાં આવેલ નોંધ અનુસાર વધારેમાં વધારે 20 સિંહો હયાત હોવાનું જણાયું હતું.

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવન અભયારણ્ય છે. તેની સ્થાપના 1965માં કરવામાં આવી હતી, તે કુલ 1,412 ચો.કી.મી. (258 ચો.કી.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને 1,153 ચો.કી.મી. અભયારણ્ય)ના વિસ્તારમાં ફેલાયેલ છે.આ એશિયાઇ સિંહોનું એકમાત્ર રહેઠાણ છે અને એશિયાના અતિમહત્વનાં રક્ષિત વિસ્તાર તરીકે ધ્યાને લેવાયેલ છે. ગીરનું જીવપરિસ્થિતિક તંત્ર, તેની વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ સાથે, સરકારી વન વિભાગ, વન્યજીવન કાર્યકર્તાઓ અને સ્વૈચ્છીક સામાજીક સંસ્થાઓના સખત પ્રયત્નો દ્વારા રક્ષાયેલું છે. જુનાગઢના નવાબ દ્વારા સને ૧૯૦૦ની શરૂઆતથી ગીરનો જંગલ વિસ્તાર અને તેનાં સિંહોને “રક્ષિત” જાહેર કરાયેલા. આ પહેલ સિંહોનાં રક્ષણમાં ખુબ મદદરૂપ બની કે જેમની વસતી શિકારની પ્રવૃતિને કારણે ત્યારે ફક્ત ૧૫ જેટલી જ રહી ગઇ હતી.

એપ્રિલ 2005ની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં 359 સિંહ નોંધાયેલા હતા, જે 2001ની સરખામણીએ 32નો વધારો સુચવે છે. ‘સિંહ પ્રજનન કાર્યક્રમ’ હેઠળ ઉદ્યાન અને આસપાસના પ્રદેશમાં, બંધીયાર અવસ્થામાં, અત્યાર સુધીમાં સિંહોની 180 નસ્લને રક્ષણ અપાયેલ છે. એપ્રિલ 2010ની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં 411 સિંહ નોંધાયેલા હતા, જે 2005ની સરખામણીએ 52નો વધારો સુચવે છે. 2015ની વસતિ ગણતરી મુજબ ગીર અને આસપાસના વિસ્તારોમાં 523 સિંહ નોંધવામાં આવ્યા, જે એ અગાઉની 2010ના વર્ષની કરતા 112નો વધારો સુચવે છે. થોડા સમય પહેલા ગીરમાં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ગીરમાં હાલ સિંહોની સંખ્યા 674 છે. જૂન મહિનામાં સિંહોની ગણતરી કરવામાં આવી હતી. જેમાં સિંહોની વસ્તીમાં આશરે 29 ટકા જેટલો વધારો થયો હતો.

Read Also in English

August 10 is World Lion Day. This day is celebrated every year by the Forest Department. There is a lion population in the Gir forest of Saurashtra in Gujarat only in the whole of Asia.

Asiatic lions are considered the pride and glory of Gujarat. August 10 is World Lion Day. This day is celebrated every year by the Forest Department. There is a lion population in the Gir forest of Saurashtra in Gujarat only in the whole of Asia. We naturally have a question as to why there is no lion population anywhere in India and only in the Gir forest. The reason for this is the upheaval that has taken place in the earth over time. Part of Saurashtra was once connected to the continent of Africa. Due to the catastrophic earthquake, the plateau of the African continent where lions lived was moved and the lion-populated part of Africa merged with Hindustan in Asia and became the habitat of Gir lions.

The Asian lion is the tallest animal in the cat family and the second largest after the tiger. This animal is found all over the world only in the Gir Sanctuary in the Saurashtra region in the state of Gujarat. The Asian lion is one of the 5 "big cats" found in India. The other four species are the Bengal tiger, the Indian panther, the ice panther, and the spotted panther. In earlier times it was seen from Arabia to as far as Sumatra, when its three species were Bengal lions, Arabian lions and Iranian lions, over time today it is found only in a few parts of India. They are smaller in size and lighter in color than the lions currently found in Africa. But aggression is similar in both species.

The maximum lifespan of a lion in the world is recorded at 29 years, at the Sakkarbagh Zoo at Junagadh at a maximum of 3 years and at the Ahmedabad Zoo at 3 years. Generally, where there is a lion population, tigers do not live and the reason is nothing but the fact that both lions and tigers need different types of forest for habitat. The lion is like a winged forest while the tiger prefers dense forests. The lion has 12 claws. 6-4 in the front legs and 6-7 in the hind legs. It is estimated that Asiatic lions entered India about 50,000 to 100,000 years ago. From 1880 to 1890, lions were gradually wiped out from other states in the country, and only the forest of Gir Enough of that remained limited.

The lion population increased from 1904 to 1911 as the Nawab of Junagadh provided adequate protection to the lion population. After the death of the Nawab, 12 to 13 lions were hunted annually. Hunting of lions has been strictly banned since 1911. According to a note made by the Chief Forest Officer of Junagadh in 1913, a maximum of 20 lions were found to be extinct.

Gir National Park and Gir Sanctuary is a forest and wildlife sanctuary located in Gujarat. Founded in 1965, it covers a total area of ​​1,412 sq. Km. It is the only habitat of Asian lions and is considered as one of the most important protected areas in Asia. The ecosystem of Gir, along with its diverse flora and fauna, is protected by the hard work of the government forest department, wildlife activists and voluntary social organizations. The forest area of ​​Gir and its lions have been declared "protected" by the Nawab of Junagadh since the early 1900s. This initiative was very helpful in protecting the lions, whose population was reduced to 15 due to poaching.

According to the April 2005 Lion Census, there were 359 lions in Gir, an increase of 32 over 2001. Under the ‘Lion Breeding Program’, 180 breeds of lions have been protected so far in the park and surrounding area, in captivity. According to the April 2010 Lion Census, there were 411 lions in Gir, an increase of 52 compared to 2005. According to the 2015 census, 523 lions were recorded in and around Gir, an increase of 112 over the previous year 2010. A census of lions was conducted in Gir some time ago. There are currently 674 lions in Gir. The lions were counted in June. In which the lion population increased by about 29 percent.
🤝 Stay connected with www.meniya.com for Share Love with Status, Quotes, SMS, Wishes, Shayari, Festivals and Many More to Anyone.🎊 and for more latest updates.
Advertisement