વિદુર નીતિ
નારી, ધૂર્ત, આળસુ, ક્રોધી, અહંકારી, ચોર, કૃતઘ્ન, અને નાસ્તિક ઉપર કડી વિશ્વાસ કરવો જોઈએ નહિ.ક્રોધને શાંતિથી, દુષ્ટને સારા આચરણથી, કંજુસને દાનથી અને અસત્યને સત્યથી પરાજિત કરી શકાય છે.
લક્ષ્મીની પ્રકૃતિ વિચિત્ર છે. તે અતિઅધિક શ્રેષ્ઠ ગુણોવાળા, દાનશીલ, વીર, દ્રઢતા અને બુદ્ધિનું અભિમાન રાખનારા પાસે નથી રોકાતી.
આ સંસારમાં દૃષ્ટ બુદ્ધિવાળા હમેશા નમ્ર તથા લજ્જાશીલ લોકોને દબાવે છે, અને તેમનું અપમાન કરતા રહે છે એટલા માટે અતિ વધારે નમ્ર બનવું પણ ઉચિત નથી.
એ હાની હાની નથી જે પાછળથી લાભ આપે. આ સંસારમાં નાશ એને કહેવામાં આવે છે જે ધર્મ, અર્થ અને ચરિત્ર બધાને નષ્ટ કરી દે છે.
જે મનુષ્યોના ખફા થવાથી આજીવિકા મેળવવાના કાર્યમાં વિઘ્ન ઉત્પન્ન થઇ જાય તેમની પૂજા દેવતાઓ સમાન કરાવી જોઈએ.
પોતાના વશમાં આવેલ શત્રુને ક્યારેય છોડવો નહિ. જયારે તમે અશક્ત હોવ તો નમ્રતાપૂર્વક શત્રુને માન આપો. અને જયારે શક્તિઓ પ્રાપ્ત કરી લો ત્યારે તેનો જડમુળથી નાશ કરી નાખો. શત્રુનું અસ્તિત્વ હમેશા ભય પ્રદાન કરે છે.
નારી, રાજા, સર્પ, સ્વામી, સ્વાધ્યાય શત્રુ, ભોગ અને આયુષ્યનો વિશ્વાસ બુદ્ધિમાન મનુષ્ય કદી કરતો નથી.
છિદ્રયુક્ત ચરિત્રને અધર્મ, અન્યાય તથા તેના વડે પ્રાપ્ત કરેલ ધનથી છુપાવવાની ચેષ્ટા વ્યર્થ છે કારણકે એનાથી તો એ વધારે ફેલાય છે.
પચવા યોગ્ય અન્નની, યૌવનાવસ્થાને ઓળંગી ગયેલ સ્ત્રીની, યુદ્ધમાં જીતનાર પરાક્રમીની તથા પરમતત્વને જાણનાર તપસ્વીની બધા જ પ્રશંસા કરે છે.
ધારેલું કશું ન બને અને ન ધારેલું બધું જ બને તેનું નામ સંસાર.
સદા મુખ ઉપર સ્મિત રાખો અને મધુર વાણીનો ઉપયોગ કરો. જેથી સર્વત્ર પ્રેમ ઉપજશે.
મિત્રને ઉધાર દેવું એ મિત્રતા ખોવા બરાબર છે.