Skip to main content
Header Line
Header Line

ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈનું 92 વર્ષે નિધન, બાપાના પાર્થિવ દેહ કમલમ લઈ જવાશે, સાંજે 5 વાગે રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

keshubhai patel, keshubhai patel death, keshubhai patel news, keshubhai patel death news, keshubhai patel passes away, keshubhai patel dies, keshubhai patel dead, former cm gujarat keshubhai patel, gujarat cm keshubhai patel news, cm keshubhai patel, keshubhai patel age, keshubhai patel gujarat, keshubhai patel latest news

કેશુભાઈનાં અંતિમદર્શને આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ.

Tags : keshubhai patel, keshubhai patel death, keshubhai patel news, keshubhai patel death news, keshubhai patel passes away, keshubhai patel dies, keshubhai patel dead, former cm gujarat keshubhai patel, gujarat cm keshubhai patel news, cm keshubhai patel, keshubhai patel age, keshubhai patel gujarat, keshubhai patel latest news

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલની તબિયત એકાએક લથડતાં 10 દિવસ પહેલાં જ તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમની તબિયત સુધરી જતાં તેમને ડિસ્ચાર્જ કર્યા હતા, પરંતુ આજે એકાએક તબિયત વધુ લથડતાં તેમનું નિધન થયું હતું. કેશુભાઈ પટેલને અગાઉ કોરોના થયા બાદ કેટલાક દિવસથી ફેફસાં અને હૃદયની પણ તકલીફ ઊભી થતાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર અક્ષયે જણાવ્યું હતું કે, કેશુભાઈ પટેલનું નિધન 11:55 કલાકે થયું છે. તેમને ડાયાબિટીસ, હાઈ બીપી જેવી સમસ્યાઓ હતી. સવારે તેમને હોસ્પિટલે લવાયા ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. બાપાની 30 મિનિટ સુધી સારવાર ચાલી, પરંતુ તેઓ રિકવર ન થઈ શક્યા. સાંજે પાંચ કલાકે ગાંધીનગર સેક્ટર 30 ખાતે આવેલા સ્મશાનગૃહ ખાતે અંતિમ વિધિ કરાશે. કેબિનેટ બેઠકમાં શ્રદ્ધાંજલિ આપ્યા બાદ અંતિમ સંસ્કાર કરાશે. કેશુભાઈની સાંજે 5 વાગ્યે રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવશે અને એક દિવસનો રાજકીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે. કેશુભાઈના પાર્થિવ દેહને ભાજપના કાર્યકરોના દર્શાનાર્થે ભાજપ કાર્યાલય કમલમ ખાતે લઈ જવાશે.

ગૌતમ અદાણી અને હાર્દિક પટેલે કેશુભાઈને શ્રદ્ધાંજલિ અર્પી.

  • * ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને કેશુભાઈ પટેલના પાર્થિવદેહને પુષ્પાંજલિ અર્પણ કરવા જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ પહોંચ્યા હતા.
  • * એક સમયના કેશુભાઈના નજીકના અને વિશ્વ હિંદુ પરિસદના ભૂતપૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ તોગડિયા, રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ તથા પાટીદાર આગેવાન અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પણ કેશુભાઈના પાર્થિવદેહને પુષ્પાંજલિ અર્પી અને દંડવત પ્રણામ કર્યા હતા.

મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીએ કેશુભાઈનાં અંતિમદર્શન કર્યાં

મુખ્યમંત્રી રૂપાણી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ નરહરિ અમીન અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કેશુભાઈનાં અંતિમદર્શન કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ભાજપે એક મોભી અને પિતામહ ગુમાવ્યા છે. કેશુભાઈમાં કોઠાસૂઝ હતી.

* સ્વ. કેશુભાઈ પટેલના નિધનના સમાચાર મળતાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂંટણીપ્રચાર ટૂંકાવી સીધા જ ગાંધીનગર રવાના થયા હતા, જેઓ ગાંધીનગર પહોંચી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિવાસસ્થાને જઈ શ્રદ્ધાંજલિ પાઠવશે. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે બાપાના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વ. કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પી

કેશુભાઈ પટેલને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

  1. * ભાજપના વરિષ્ઠ આગેવાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય કેશુભાઈ પટેલના નિધનનો શોક વ્યક્ત કરતાં ભાજપે પેટાચૂંટણી સંબંધિત આજની તમામ જાહેરસભાઓ તેમજ પ્રચારકાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
  2. * કેશુભાઈના નિધન બાદ તેમના પુત્ર ભરત પટેલે જણાવ્યું હતું કે કોરોના પછી તેમનું સ્વાસ્થ્ય કથળી રહ્યું હતું. સવારે ઓક્સિજન લેવામાં તકલીફ પડી અને હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધારીની ચૂંટણીસભામાં જ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ સિવાય દેશભરના નેતાઓ હાલ ટ્વીટ કરીને કેશુભાઈને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ અર્પી

Keshu Bhai Patel ji was an effective administrator who left an indelible mark in public life. I offer my tributes to the departed leader. In this hour of grief, I express my heartfelt condolences to his family and well-wishers. Om Shanti.

* થોડા સમય પહેલાં કેશુબાપાએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવતાં તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કેશુભાઈ પટેલ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોમ ક્વોરન્ટીન થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેશુબાપાના પુત્ર સાથે વાત કરી અને સારવારમાં કોઈ કચાશ નહીં રહે એવી ખાતરી આપી હતી.

* મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રીએ સ્વ.કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘથી લઇને ભાજપ સુધી વટવૃક્ષ ઊભું કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વ કર્તા ગણાવ્યા હતા.

સ્વ. કેશુભાઈ પટેલની ઘરની બહાર સૂમસામ માહોલ.

* કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. એટલું જ નહિ, ખેડૂતપુત્ર તરીકે પણ તેમણે ખેડૂતહિત સહિત અનેક લોકસેવા કાર્યોથી ભાજપને અપ્રતિમ લોકચાહના અપાવી છે, એમ મુખ્યમંત્રીએ સદગત કેશુભાઈના પ્રદાનની પ્રશંસા કરતાં જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે કેશુભાઈના અવસાનથી આપણને સૌને મોટી ખોટ પડી છે અને આ ખોટ આપણને સદાય સાલશે. વિજયભાઈ રૂપાણીએ સદગત કેશુભાઈના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ સૌ વતી કરી છે.

Tags : keshubhai patel, keshubhai patel death, keshubhai patel news, keshubhai patel death news, keshubhai patel passes away, keshubhai patel dies, keshubhai patel dead, former cm gujarat keshubhai patel, gujarat cm keshubhai patel news, cm keshubhai patel, keshubhai patel age, keshubhai patel gujarat, keshubhai patel latest news

🤝 Stay connected with www.meniya.com for Share Love with Status, Quotes, SMS, Wishes, Shayari, Festivals and Many More to Anyone.🎊 and for more latest updates.