વિચાર - Idea
વિચાર ભાગ્યનું બીજું નામ છે.વિચારનો ચિરાગ બુઝાઈ જવાથી આચાર અંધ થઇ જાય છે.
જેની સાથે સુંદર વિચાર હોય છે, તે કદી પણ એકાંતમાં હોતો નથી.
સારા વિચાર રાખવા એ આંતરિક સુંદરતાની નિશાની છે.
પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ.
વિચારશૂન્યતા આજના જમાનાની મુખ્ય સાર્વજનિક આપત્તિ છે.
માનવ-ઈતિહાસ મુખ્યત્વે કરીને વિચારોનો ઈતિહાસ છે.
માનવી પોતાના મનમાં પોતાના વિષે જેવું વિચારે છે, એવો જ બની જાય છે.
જે મનુષ્યો ઓછું વિચારે છે તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે.
કોઈ ચીજ સારી અથવા ખરાબ નથી. વિચાર જ તેને સારી કે ખરાબ બનાવે છે.
સદવિચારોથી કોમળ કોઈ પણ ઓશીંકુ નથી.
એક સારો વિચાર અનેક ખોટા વિચારને દૂર કરી શકે છે.
શત્રુ અને રોગની ઉપેક્ષા ન કરો. કોઈ પણ શત્રુ નાનો હોતો નથી.
જે કામ મહોબતથી થાય છે તે વેરઝેર થતું નથી. સંપીને રહેશોતો સુખી થશો.
જાતજાતના કુવિચાર એ આપણાં શાંતિ, સુખ અને વિજયના મહાન શત્રુઓ છે.