Skip to main content

મહર્ષિ અરવિંદ | Arvind | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

મહર્ષિ અરવિંદ

આપણે આપણા પશુરીતના વિકાસક્રમમાં અનેક પ્રદેશોને હજી જીતી શક્યા નથી. અનંત આનંદો, અનંત રત્નભંડારો, અનંત શક્તિઓ, સહજ જ્ઞાનના તેજોમય વિસ્તારો, આપણા સ્વરૂપની વિશાળ શાંત અવસ્થાઓ, આપણી રાહ જોઈ રહ્યા છે. જે લોકો સઘળા સ્વાર્થો, સઘળી સંકુચિતતાઓ છોડી દઈને નીકળી પડે છે, તે લોકો આ બધું મેળવ્યા વિના જંપતા જ નથી.

વિષમતામાંથી બચવું હોય તો, બહારનું જીવન જીવવા માટેની શીખ અંદરથી મેળવીએ. પોતાની પૂર્ણતા માટે બહારની સંસ્થાઓ અગર તંત્ર પર જરાય આધાર ન રાખીએ. જીવનના ઉમદારૂપે અને આકૃતિઓના નિર્માણ માટે વૃદ્ધિ પામતી પોતાની આંતરિક પૂર્ણતાનો જ ઉપયોગ કરીએ. આ રીતે અંતર્મુખ થવાથી ઉર્ધ્વતા પામી શકીશું, સત્યનું પ્રત્યક્ષ દર્શન કરી શકીશું. ને સચ્ચાઈપૂર્વક જીવી શકીશું.

ભગવાનના રાજ્યની સ્થાપના કરવી હશે તો પ્રથમ તો ભગવાનને જાણવા જોઇશે. જીવનના દિવ્ય સત્યને જોવું અને જીવવું જોઇશે. ભૂતકાળના નિષ્ફળ ગયેલા ખ્યાલો અને કાર્યોનો ભગવાનના રાજ્યની સ્થાપના માટે કઈ રીતે ઉપયોગ થઇ શકે તે વિચારવું જોઇશે. મહાન આદર્શના પ્રકાશ ભણી દોરી જતી શક્તિના સમર્થ ઉપકરણ બનવા માટે પોતાની જાતને તૈયાર કરવી જોઇશે.

જુદા જુદા ધાર્મિક સંપ્રદાયોના ઝઘડા જુદા જુદા લડી રહેલા વાસણોના ઝઘડા જેવા છે. દરેક વાસણ એવી તકરાર કરતુ હોય છે કે, હું એકલું જ અમૃતત્વને ધારણ કરું છું. આ તકરાર ભલે ચાલ્યા કરે આપણું કામ તો એ છે કે, આપણે આ અમૃત પાસે પહોંચી જઈએ. અને અમૃતત્વ મેળવી લઈએ.

જે સમાજ પ્રગતિ નથી કરતો, એ સમાજ બંધિયાર બની જાય છે, તેમાં મનુષ્યત્વ મરી પરવારે છે. મનુષ્યત્વ સામાજિક તંત્રની બેડીઓમાં જકડાઈ જાય, કચડાઈ જાય, એ સ્થિતિ અનિવાર્યપણે જડતા તરફ અને જીવનશક્તિના હ્રાસ તરફ દોરી જશે. જીવનશક્તિ વહેતી રહે અને જ્ઞાનની ક્રાંતિનો ઉદય થાય ત્યારે જ સમાજ બદલાય છે.

જે સમાજ પ્રગતિ નથી કરતો, એ સમાજ બંધિયાર બની જાય છે, તેમાં મનુષ્યત્વ મરી પરવારે છે. મનુષ્યત્વ સામાજિક તંત્રની બેડીઓમાં જકડાઈ જાય, કચડાઈ જાય, એ સ્થિતિ અનિવાર્યપણે જડતા તરફ અને જીવનશક્તિના હ્રાસ તરફ દોરી જશે. જીવનશક્તિ વહેતી રહે અને જ્ઞાનની ક્રાંતિનો ઉદય થાય ત્યારે જ સમાજ બદલાય છે.

ગીતાજી જગતનું શ્રેષ્ઠ ધર્મપુસ્તક છે. અસંખ્ય રત્નોથી ભરેલો અતળ સાગર છે. જીવનભર મથવા છતાં એના ઊંડાણનું અનુમાન થઇ શકે એમ નથી. એના તળિયાનો તાગ પામી શકાય એમ નથી. સેંકડો વર્ષોની શોધ પછી પણ એના અદ્રશ્ય રત્નભંડારનો હજારમો ભાગ પણ પ્રાપ્ત કરવો મુશ્કેલ છે. એના એકાદ - બે રત્નો મળી જાય તોય દરિદ્ર ધનિક બની જાય, ગંભીર ચિંતક - જ્ઞાની બની જાય, ભગવદદ્વેષી ભગવતપ્રેમી બની જાય, ને કોઈક મહાપરાક્રમી કર્મવીર જીવનનો ઉદ્દેશ્ય સાધવા કટિબદ્ધ બની જાય.

જે યોગ પરમાત્માની સભર પૂર્ણતાને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખે છે તે જ પૂર્ણયોગ છે. જે દિવ્યપૂર્ણતાનો સાધક છે, તે જ પૂર્ણયોગી છે. જે કોઈ યોગ આપણને જગતથી સર્વથા દૂર લઇ જાય, તે ભલે દિવ્ય તપસ્યાનું ઊંચું રૂપ હોય છતાં એક પ્રકારનું વિશિષ્ટ સંકુચિત સ્વરૂપ જ છે. પોતાના પૂર્ણસ્વરૂપમાં પ્રભુ પદાર્થમાત્રને આલિંગી રહ્યા છે. આપણે પણ એવી જ રીતે સર્વને આશ્ર્લેષમાં લેતા થવાનું છે.

અહી ચાલી રહેલા યોગનું લક્ષ્ય બીજા યોગો કરતા જુદા પ્રકારનું છે. આ જગતની અજ્ઞાનથી ભરેલી ચેતનામાંથી ઉપર ચઢીને દિવ્ય ચેતનામાં પહોંચવું એટલું જ એનું લક્ષ્ય નથી, પરંતુ એ દિવ્યચેતનાની વિજ્ઞાનશક્તિને મન, પ્રાણ, અને શરીરના અજ્ઞાનમાં નીચે ઉતારવી, એ ત્રણેને નવું રૂપ આપવું, ભગવાનને અહી પ્રગટ કરવા જે જડત્વમાં દિવ્યત્વનું સર્જન કરવું એ છે યોગનું લક્ષ્ય.

આપણે અ યોગમાં જગતની કોઈપણ વસ્તુનો ત્યાગ કરવા માંગતા નથી રાજકારણ, ઉદ્યોગ, સમાજ, કવિતા, સાહિત્ય, કળા, વેગેરે સઘળી વસ્તુઓ કાયમ રહેશે. પરંતુ આપણે એ વસ્તુઓને એક નવો આત્મા અને એક નવું રૂપ આપવું પડશે.

આપણા પૂર્વજો પાસે એક એવું જ્ઞાન હતું, એક એવી વિદ્યા હતી, એક એવી શક્તિ હતી કે જે એક ફૂંક માત્ર થી પણ યુરોપની સમસ્ત પ્રચંડ શક્તિ ને પણ તણખલાની પેઠે ઉડાવી દઈ શકે, એ શક્તિ મેળવવા માટે ઉપાસનાની-સાધનની જરૂર છે. પરંતુ આપણે શક્તિના નહિ સહજના ઉપાસક છીએ ને સાધના વિના શક્તિ શી રીતે પામી શકાય? આપણ પૂર્વજોએ ચિંતનનો મહાસાગર ડહોળીને મેળવેલ જ્ઞાન સહજમાં શી રીતે પમાય?

આદર્શો એ અકસ્માતો નથી, લાંબી તપસ્યાનું ને અનેક જન્મોનું ફળ છે. આદર્શો જેટલા તીવ્ર હોય, જીવન એટલું મહાન હોય. એક વિચારને ખાતર જીવી શકતા હોય, એવા આત્માઓ ખરેખર વિરલ જ હોય, હવે જે યુગ ઉદય પામી રહ્યો છે તેમાં ભૂતકાળના આદર્શોને બાજુ પર ફેકી દેવામાં આવશે નહિ, પરંતુ હવે તો પ્રથમ વાર જ એમની સાચી સફળતા પ્રાપ્ત થશે.

આપણે જેમ જેમ ઊંડાણમાં દ્રષ્ટિ કરીશું તેમ તેમ આપણને ખાત્રી થશે કે એક વસ્તુની ખાસ ખામી છે, જે મેળવવા સૌથી પહેલો પ્રયત્ન કરવો જોઈએ. અને એ છે શારીરિક શક્તિ, માનસિક શક્તિ, નૈતિક શક્તિ અને એ બધા ઉપરાંત એ બધાનો અક્ષય, અવિનાશી અને મૂળ સ્ત્રોત રૂપ આધ્યાત્મિક શક્તિ આપણામાં આ શક્તિઓ આવી હશે તો બાકીની બધી વસ્તુઓ સહેલાઈથી ને સ્વાભાવિક રીતે આવી મળશે. માટે શક્તિની પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરીએ.

આપણે એવો ડર રાખવાની જરૂર નથી કે હિન્દ માં કોઈ ફેરફાર થશે તો એ એક જરી પુરાના યુરોપ જેવો બની જશે. હિંદુનું વ્યક્તિત્વ એટલું તો પ્રચંડ છે કે એના માટે આવો કોઈ વિનિપાત બનવાનો જ નથી. એનો આત્મા એટલો તો પ્રશાંત અને સ્વયં-પૂર્ણ છે કે તે આવી કોઈ શરણાગતિ સ્વીકારશે જ નહિ. હિન્દ પોતે જ પોતાની પરિસ્થિતિઓનું સર્જન કરશે, સમાજની વ્યવસ્થાનું ગુપ્ત રહસ્ય એ શોધી લેશે ને જગત અને આત્માનો સુસંવાદ મેળવવાની વાત પૃથ્વીની પ્રજાને રૂડી રીતે શીખવશે.

જેટલું બને એટલું અને બની શકે તો સંપૂર્ણ શાંતિમય રહેવાની સાથે કોઈ દૈવી કૃપા પર અડગ વિશ્વાસ અને શ્રદ્ધા રાખશો તો તમે જાતે જ સંજોગોને વધુને વધુ શુખદ બનવાનો અવસર આપી શકશો. તમને ભલે ગમે કે ન ગમે પણ સૌથી વધુ શ્રેષ્ઠ ત્યારે જ બને છે, અને તેમને જ સાપડે છે, જેમને પોતાનો સંપૂર્ણ વિશ્વાસ માત્ર દિવ્ય શક્તિમાં મૂકી દીધો છે.

હિંદુ ધર્મ સનાતન અને શાશ્વત ધર્મ છે. હિમાલય અને સાગરની વચ્ચે આવેલી હિન્દની શાંત ભૂમિમાં આ ધર્મ વૃદ્ધી પામ્યો છે. કાલ ના આનંત પ્રવાહમાં એને સુરક્ષિત રાખવા આ પુરાતન અને પુણ્ય ભૂમિમાં તે આર્ય પ્રજાને સોપાયેલ છે. પરંતુ એ ધર્મ કોઈ એક જ દેશની સીમમાં પુરાયેલો નથી. એ કોઈ પ્રદેશની આગવી મિલકત નથી એ તો બધા ધર્મને પોતાનામાં સમાવી લેનારો શાશ્વત અને વ્યાપક ધર્મ છે.

હિંદુ ધર્મ એક એવો ધર્મ છે કે જેણે ભૌતિક વિદ્યાની શોધખોળો તેમજ તત્વજ્ઞાનના મંતવ્યોનું સ્વરૂપ પહેલેથી પામી જઈને જડવાદ પર વિજય પામવાનું સામર્થ્ય મેળવી લીધું છે. પ્રભુ આપનાથી કેટલો સમીપ છે તેની પ્રતીતિ કરાવી છે અને પ્રભુપ્રાપ્તિના સર્વ માર્ગોનો પોતાનામાં સમાવેશ કર્યો છે. આ ધર્મજ સત્યને બુદ્ધિ દ્વારા સમજવામાં અને શ્રદ્ધા વડે માનવામાં સહાય કરે છે. અને સત્યનો સાક્ષાત્કાર પણ કરાવે છે.

જો તારા હૃદયને અંદરથી કષ્ટ થતું હોય, જો લાંબા ગાળા સુધી તું પ્રગતિ કરતો ન હોય, જો તારું બળ મૂર્છા પામતું હોય અને પશ્ચાતાપ અનુભવતું હોય તો પણ તું હમેશા આપણા પ્રેમી અને સ્વામીની શાશ્વત વાણીને યાદ રાખજે કે હું તને સર્વ પાપોમાંથી તથા અનિષ્ટો માંથી મુક્ત કરીશ, શોક ન કર.

આપણું પહેલું ધ્યેય છે, માનવ જાતિનું ઐક્ય સાધવું. આપણું બીજું ધ્યેય છે, માનવને પશુતામાંથી પાછો લાવી માનવતા વાળો બનાવવો, અર્થ પ્રધાન, બુદ્ધી પ્રધાન, ને કળા પ્રધાન જીવનમાંથી આધ્યાત્મિક જીવન ભણી લઇ જવો. અને આપણું ત્રીજું ધ્યેય છે, આધ્યાત્મિક શક્તિનું મનુષ્યના શરીરમાં અને ચિતમાં અવતરણ. આ અવતરણ થતા માનવ, માનવત્વ ને વિકસાવી પરમ માનવીની કોટિને પ્રાપ્ત કરશે.

અત્યારે આપણા માટે માતૃભૂમિ સિવાય કશું જ મહત્વ નું કે પ્રિય હોવું ન જોઈએ. માતૃભૂમિની સેવા માટે જ અભ્યાસ કરજો. તમારી જાતને મનને અને આત્માને તેની સેવા માટે જ તૈયાર કરજો. તમારી આજીવિકા પણ તેની સેવામાં જીવવા માટે જ મેળવજો. વિદેશ જાઓ તો પણ તેની સેવા માટેનું જ્ઞાન મેળવવા અને તેને સમૃદ્ધ બનાવવા માટે જ વિદેશ જજો. એના રાજીપા માટેજ સહન કરજો.

સમાજમાં કોઈ પણ સાથે દુશ્મનાવટ કરવી એટલે આપણો વિકાસ રુંધી રાખવો.

બીજામાં ખામીઓ જોવાની વૃતિ જીવનમાં શાંતિથી રહેવા દેતી નથી .

કાલ્પનિક ને કદી વાસ્તવિક બનાવવાની કોશિશ ન કરો અને વાસ્તવિકને  કદી વિસરવાની ભૂલ ન કરો.
અભિમાનઅસત્યઈશ્વર
કર્મકલાકવિ
કવિતાકીર્તિક્રોધ
ક્ષમાખુશીગરીબ
ગુજરાતીગુજરાતી સુવિચારગુજરાતી સુવિચાર (quotes)
ચાણક્ય નીતિચારિત્ર્યચિંતા
જિંદગીજીવનજ્ઞાન
દયાદાનદુ:ખ
દુર્જનદોષધન
ધર્મધૈર્યધ્યેય
નમ્રતાનસીબપરિવર્તન
પરોપકારપાપ-પુણ્યપુરુષાર્થ
પુષ્પપુસ્તકપ્રશંસા
પ્રાર્થનાપ્રેમબુદ્ધિ
બોલભયભલાઈ
મૌનવાંચવા જેવુંવાણી
વિદ્યાવિવેકવિશ્વાસ
શ્રીફળસંતોષસમય
સુખસુવિચારસેવા
સોનેરી સુવિચારસ્ત્રી
🤝 Stay connected with www.meniya.com for Share Love with Status, Quotes, SMS, Wishes, Shayari, Festivals and Many More to Anyone.🎊 and for more latest updates.