Skip to main content
Header Line
Header Line

50+ Gandhiji Question in Gujarati | ગાંધીજી ના IMP પ્રશ્નો

50+ Gandhiji Question in Gujarati | ગાંધીજી ના IMP પ્રશ્નો

મોહનદાસ કરમચંદ ગાંધી, ગાંધીજી (૨-૧૦-૧૮૬૯, ૩૦-૧-૧૯૪૮): આત્મકથાકાર, નિબંધકાર, પત્રલેખક, સામયિક સંપાદક, અનુવાદક. જન્મ પોરબંદરમાં. ૧૮૮૭માં રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મેટ્રિક, શામળદાસ કોલેજ, ભાવનગરમાં પહેલું સત્ર પૂરું કર્યા પછી ૧૮૮૮માં લંડન પહોંચ્યા અને ૧૮૯૧માં બેરિસ્ટર થઈ પાછા ફર્યા. રાજકોટની અને મુંબઈની અસફળ વકીલાત પછી ૧૮૯૩માં આફ્રિકા ગયા. ૧૮૯૪માં ત્યાંના હિંદીઓના હક્કો માટે નાતાલ ઈન્ડિયન કોંગ્રેસની સ્થાપના કરી. 

50+ Gandhiji Question in Gujarati | ગાંધીજી ના IMP પ્રશ્નો

સંઘર્ષ દરમિયાન રસ્કિન અને તોલ્સતોયના સાદગી અને સ્વાશ્રયના સિદ્ધાંતોને આધારે નવા જીવનપ્રયોગ માટે ૧૯૦૪માં ફિનિક્સ આશ્રમની અને ૧૯૧૦માં તોલ્સતોય ફાર્મની સ્થાપના કરી. ૧૯૦૪થી ૧૯૧૪ સુધી દક્ષિણ આફ્રિકામાં ‘ઈન્ડિયન ઓપિનિયન’ સાપ્તાહિકનું સંપાદન કર્યું. ૧૯૧૫માં હિંદ આવ્યા પછી એમણે અમદાવાદમાં ‘સત્યાગ્રહ આશ્રમ’ની સ્થાપના કરી. ૧૯૧૭માં બિહારના ચંપારણમાં ગળીની ખેતી કરતાં હિન્દીઓ માટે એમણે અંગ્રેજો સામે પહેલી લડત આપી. પછી અમદાવાદના મિલમજૂરોની હડતાલને બળ પૂરું પાડ્યું. ૧૯૧૮માં ખેડા સત્યાગ્રહ આદર્યો. ૧૯૧૯માં રોલેટ એક્ટની સામે દેશભરમાં વિરોધસભાઓ અને પ્રાર્થના-ઉપવાસની હાકલ કરી. ‘નવજીવન’ અને ‘યંગ ઈન્ડિયા’નું સંપાદન માથે લીધું. ૧૯૨૦માં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ મારફતે સંપૂર્ણ અસહકારનું આંદોલન શરૂ કર્યું. એ જ વર્ષમાં અસહકારના કાર્યક્રમના ભાગરૂપે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ૧૯૨૨માં અંગ્રેજો દ્વારા રાજદ્રોહનો આરોપ મુકાયો અને એમની ધરપકડ થઈ, પણ ૧૯૨૪માં એમને છોડી મુકાયા. ૧૯૨૪-૨૫ દરમિયાન એમણે અસ્પૃશ્યતાનિવારણ અને ખાદી અંગેનું રચનાત્મક કાર્ય ઉપાડ્યું. પછીથી ‘હરિજન’, ‘હરિજનસેવક’ ને ‘હરિજનબંધુ’ વૃત્તપત્રોનું સંપાદન પણ હાથ ધરેલું. ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહને માર્ગદર્શન આપ્યું. ૧૯૩૦માં પૂર્ણ સ્વાતંત્ર્યની પ્રતિજ્ઞા સાથે એમણે મીઠાના સત્યાગ્રહ માટે વિશ્વવિખ્યાત દાંડીકૂચ આરંભી. ૧૯૩૬માં અમદાવાદ મુકામે ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના બારમા અધિવેશનના પ્રમુખ રહ્યા. ૧૯૪૨માં અંગ્રેજોને ‘હિંદ છોડો’ની હાકલ કરી. છેવટે ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે ભારત સ્વતંત્ર થયું પણ એમની ઈચ્છા વિરુધ્ધ ભારતના ભાગલા પડ્યા અને કોમી રમખાણો ફાટી નીકળ્યાં. અંતે મુસ્લિમો તરફની એમની સમભાવનીતિથી છંછેડાયેલા ગોડસે નામના એક હિન્દુ મહાસભાવાદીએ દિલ્હીમાં પ્રાર્થના સ્થળ પર તેમની હત્યા કરી અને 'હે રામ'ના ઉદગાર સાથે એમણે પ્રાણ છોડ્યા.

લોકશિક્ષણના માધ્યમ તરીકે ગાંધીજીએ આજીવન લખતા રહીને વિપુલ ગદ્યલેખન કર્યું છે. તેમાં ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’, ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’, ‘મંગળ પ્રભાત’, ‘હિન્દ સ્વરાજ’, ‘પાયાની કેળવણી’ જેવાં જીવનનાં વિવિધ પાસાંને સ્પર્શતા એમના પુસ્તકો વિશેષ ઉલ્લેખનીય છે. સ્પષ્ટ અને સીધું તાકતા વિચારને એવી જ સાફ અને સરળ ભાષામાં વ્યક્ત કરવાનું કૌશલ્ય એમની આત્મકથામાં જોઈ શકાય છે. સાદગી અને સરળતાના મૂલ્યોને ઝીલનારા ગાંધીપ્રભાવિત સાહિત્યયુગને આથી જ ‘ગાંધીયુગ’ નામ અપાયું છે.

Mahatma Gandhi Questions and Answer

 •  1. ગાંધીજીનો જન્મ દિવસ કઈ તિથિ માં આવે છે ? - રેંટિયા બારસ ( ભાદરવા વદ બારસ )
 • 2. ગાંધીજીએ જે કોલેજ માં અભ્યાસ કર્યો તે શામળદાસ કોલેજની સ્થાપન કોણે કરી ? - સર તખ્તસિંહજી - 1855
 • 3.ગાંધીજીને ઇંગ્લેન્ડ મોકલવાની ભલામણ કોણે કરી હતી ? - માવજી દવે
 • 4. ગાંધીજી દક્ષિણ આફ્રિકા કોનો કેસ લડવા ગયા હતા ? - પોરબંદર ના શેઠ અબ્દુલ્લા
 • 5. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી ? - નેટલ ઇન્ડિયા કોંગ્રેસ
 • 6. ગાંધીજી આફ્રિકામાં કયું અખબાર ચલાવતા હતા ? - ઇન્ડિયન ઓપિનિયન
 • 7. ગાંધીજી ભારતમાં પરત આવ્યા તે દિવસને ભારતીય પ્રવાસી દિવસ તરીકે ઉજવવાની સમીક્ષા કોના દ્વારા કરવામાં આવી હતી ? - લક્ષ્મીમલ સિંઘવી
 • 8. ગાંધીજીએ વિરમગામની જકાતબારી રદ કરાવી ત્યારે વાઇસરોય કોણ હતું ? - લોર્ડ ચેમ્સફર્ડ
 • 9. ખેડા સત્યાગ્રહ સમયે ગાંધીજી બીમાર પડતા તેને ક્યાં લઈ જવામાં આવ્યા હતા ? - માથેરાન
 • 10. ચંપારણમાં યુરોપીયનો ખેડૂતોને ગળીનાં વાવેતરની કઈ પદ્ધતિ અપનાવવાની ફરજ પાડતા હતા ? - તીન કઠિયા
 • 11. રોલેટ એક્ટ ના વિરોધ સમયે ગાંધીજીની ક્યાંથી ધરપકડ કરવામાં આવી ? - પલવલ ( હરિયાણા )
 • 12. ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોના મકાનમાં કરવામાં આવી હતી ?. - ડાહ્યાભાઈ મહેતા
 • 13. ગુજરાત વિદ્યાપીઠ ના પ્રથમ મહિલા ચાન્સેલર કોણ હતા. ? - સુશીલા નાયર
 • 14. અમદાવાદ ના ખાદી મંદિર ના સ્થાપક કોણ હતા ? - શારદાબહેન મહેતા
 • 15. કયા સત્યાગ્રહ ને ક્ષીપ્રવિજયી સત્યાગ્રહ કહેવામાં આવે છે.? - બોરસદ સત્યાગ્રહ
 • 16. ગાંધીજીને દાંડીકૂચ માટે દાંડી ગામનું સૂચન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? - કલ્યાણજી મહેતા
 • 17. દાંડીકૂચ દરમિયાન પ્રથમ રાત્રિરોકાણ ક્યાં ગામમાં કરવામાં આવ્યું હતું ? - અસલાલી
 • 18. ત્રણેય ગોળમેજી પરિષદ દરમિયાન ઇંગ્લેન્ડનો વડાપ્રધાન કોણ હતું ? - રામસે મેકડોનાલ્ડ
 • 19. ગાંધીજીએ કોની દરખાસ્તોને પોસ્ટ ડેટેડ ચેક સાથે સરખાવી ? - ક્રિપ્સ મિશન ની દરખાસ્તો
 • 20. હિન્દ છોડો એવું નામ કોણે સૂચવ્યું હતું ? - યુસુફ મેહરઅલી
 • 21.ગાંધીજીએ મીરાંબાઈ બિરુદ કોને આપ્યું ? - મેડલીન સ્લેડ
 • 22. ગાંધીજીના ખેપિયા તરીકે કોણ ઓળખાતું હતું ? - નારાયમભાઈ દેસાઈ
 • 23. અમદાવાદ ની મિલમજૂર હડતાળમાં મજૂરોનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું.? - શંકરલાલ બેંકર
 • 24. દાંડીકૂચ દરમિયાન ગાંધીજીની ધરપકડ થાય તો આગળની આગેવાની કોને સોંપવામાં આવી હતી ? - અબ્બાસ તૈયબજી
 • 25. ગાંધીજીએ દૂધનો ત્યાગ કયા વર્ષ થી કર્યો ? - 1912
 • 26. રોલેટ એક્ટ ના વિરોધ માં કેટલા લોકોએ સત્યાગ્રહ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા હતા - 24
 • 27 . ગાંધીજીને માંસ ખવરાવીને ધર્મભ્રષ્ટ કરવાની કોશિશ કોણે કરી હતી ? - શેખ મહેતાબ
 • 28 . ગાંધીજી ને ભૂતનો ડર કોણે દૂર કરાવ્યો હતો ? - નોકરાણી રંભા
 • 29. ગાંધીજીનું પોરબંદરનું નિવાસસ્થાન કીર્તિમંદિર કોણે બંધાવ્યું હતું ? - નાનજી કાલિદાસ મહેતા
 • 30. વિદ્યાર્થી સમયે ગાંધીજીની પ્રિય રમત કઈ હતી ? - લાંબી કુદ
 • 31. મીઠાના સત્યાગ્રહ સમયે બનાવેલી મીઠાની પડીકીમાંથી કેટલા રૂપિયા મળ્યા હતા ? - 1600 રૂપિયા
 • 32. ગાંધીજીને અહિંસાનો પહેલો પાઠ કોણે ભણાવ્યો હતો ? - દાદાભાઈ નવરોજી
 • 33. ભારતમાં સૌથી વધુ ગાંધીઘર ક્યાં જોવા મળે છે - કર્ણાટક
 • 34.ગુજરાત વિદ્યાપીઠના બાળકો માટે ગાંધીજીએ કયું પુસ્તક લખ્યું હતું ? - ચાલણ ગાડી
 • 35. ગાંધીજીએ ભીખારીઓના રાજા  એવું બિરુદ કોને આપ્યું હતું ? -મદનમોહન માલવીયા
 • 36. હિન્દ છોડો આંદોલન વખતે ગાંધીજીને ક્યાં કેદ રાખવામાં આવ્યા હતા ? - આગાખાન મહેલ પુણે
 • 37. ગાંધીજીને બાપુનું બિરુદ કયા સત્યાગ્રહમાં મળ્યું હતું ? -ચંપારણ સત્યાગ્રહ
 • 38. ગાંધીજી કયા દિવસે મૌન વ્રત રાખતા હતા ? - સોમવારે
 • 39 . દાંડીયાત્રા દરમિયાન પત્રકારની ભૂમિકા કોણે ભજવી હતી ?- કનુભાઈ દેસાઈ
 • 40. - વેવેલ યોજના સમયે ભારતના હિન્દ વઝીર કોણ હતા ? - એલ.એસ.એમેરી
 • 41.ગાંધીજીની હત્યા ક્યાં કરવામાં આવી હતી ? - બિરલા હાઉસ
 • 42. ગાંધીજીની હત્યાની FIR ક્યાં નોંધવામાં આવી હતી ? - તુઘલક રોડ પોલીસ સ્ટેશન , દિલ્હી
 • 43. ગાંધીજીના નિધન સમયના લોહી વાળા કપડાં અને ચશ્મા ક્યાં રાખવામાં આવેલ છે ? - મદુરાઈ સંગ્રહાલય
 • 44.ગાંધીજીને બકરીનું દૂધ પીવાની સલાહ કોણે આપી હતી ? - ડો. દલાલ
 • 45. ગાંધીજી ક્યાં સામયિકના તંત્રી હતા ? - યંગ ઇન્ડિયા
 • 46.ભારતના પ્રથમ ગાંધી મંદિર નું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું હતું ? - મહાદેવપુરી , કચ્છ
 • 47. ગાંધીજીની વિશ્વમાં સૌથી ઊંચી મૂર્તિ ક્યાં આવેલી છે - પટના
 • 48. ગાંધીજીનું નિવાસસ્થાન હ્રદયકુંજ નામ કોણે પાડ્યું હતું ? - જયશંકર મહારાજ
 • 49 . ગાંધીજીને પ્રથમ વખતે ચરખો કોણે આપ્યો - ગંગાબેન મજુમદાર
 • 50 . ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય હરીનો હંસલો કોણે લખેલ છે ? - બલમુકુંદ દવે

🤝 Stay connected with www.meniya.com for Share Love with Status, Quotes, SMS, Wishes, Shayari, Festivals and Many More to Anyone.🎊 and for more latest updates.