દુર્જન - Villain
દુર્જન વિદ્વાન હોય તો પણ ત્યજવા યોગ્ય છે.
દુર્જન પોતાના અશ્રયદાતાના પણ નાશ કરતા અચકાતો નથી.
દુર્જન સંત હોવાનો ઢોંગ કરે ત્યારે વધુ દુષ્ટ થઇ જાય છે.
સાપને દાંત માં, માખીને માથામાં અને વીંછીને પુછ્ડામાં ઝેર હોય છે. પરંતુ દુર્જન પુરુષને અંગે અંગમાં ઝેર હોય છે.
દુર્જનોની બુદ્ધી દુષ્ટ કાર્યોમાં ઘણીજ કુશળ હોય છે.
દુર્જન આદમી કડી વિવેકી ના હોઈ શકે.
દુષ્ટો સાથે શત્રુતા જ સારી, મિત્રતા નહિ.
દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.
દુર્જન પ્રત્યે નમ્રતા અને મહેરબાની રાખવાથી તેના અભિમાન ઉલટા વધી જાય છે.
દુષ્ટ માનવીને જયારે સારા હોવાનો ઢોંગ અચરાવો પડે ત્યારે સમજવું કે આ જગતમાં ભલમનસાહીની જીત થઇ છે.
જેમ લીમડાના મૂળમાં દૂધ અને ઘી સીન્ચવાથી તેમાં મીઠાશ આવતી નથી, તેમ બહુ પ્રકારે ઉપદેશ આપવા છતાં પણ દુર્જનમાં સાધુતા આવી શકતી નથી.
નસીબમાં પડયું છે એક કાણું અને એ ઓછું હતું તોહ પાછા આજુબાજુ એવા લોકો એ છે જે વારંવાર આંગળી કરીને ચેક કરતાં રહે કે કાણું બુરાય તોહ નથી ગયું ને...
નીચી દ્રષ્ટિ નવ કરે, મોટો જે કહેવાય,
સિંહ લાંઘણો કરે, પણ ખડ નૅ એ ખાય.
ફક્ત મનમાં લીલી કૂંપળ હોય છે બાકી ચારેકોર બાવળ હોય છે.
0 Comments