સફળતા - નિષ્ફ્ળતા
જ્યાં નીતિ અને બળ બંને કામમાં લેવાય છે ત્યાં બધી બાજુથી સફળતા પ્રાપ્ત થાય છે.
તમારા ઉદ્દેશ્યમાં નિષ્ઠા એ જ સફળતાનું રહસ્ય છે.
ઉત્સાહ, સામર્થ્ય અને મનમાં હિંમત આ સફળતા મેળવવાના આવશ્યક ગુણો છે.
સિદ્ધિ હેઠળ અનેક ભૂલો ઢંકાયેલ હોય છે.
પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત માનવા કરતા
પોતાનામાં રહેલા દોષોને સુધારવામાં આવે એમાંજ શાણપણ છે.
જ્યાં અલ્પ મુશ્કેલી ત્યાં અલ્પ સિદ્ધિ.
ધનના અભાવ કરતા પણ શક્તિના અભાવથી જ મોટે ભાગે અસફળતા મળે છે.
ક્ષણભરની સફળતા વર્ષોની અસફળતાની કમીને પૂરી કરી દે છે.
નિષ્ફળતાની ઈમારત બહાનાના પાયા પર રચાતી હોય છે.
નિષ્ફળતા જ સફળતાની ચાવી છે.
નિષ્ફળતા જ સિદ્ધિ મેળવવાના પગથિયા સમાન બની રહે છે.
સફળ થનારાના દુ:ખ કોઈ જાણતું નથી.
પરાજય ક્ષણિક છે. એને સનાતન બનાવે છે હતાશા.
દુનિયા માને છે કે તમારી સફળતા માટે તમારા સિવાય બાકીના બધા જ પરિબળો કારણભૂત છે પણ નિષ્ફળતા આવે છે ત્યારે આ જ દુનિયા માને છે કે તેનું કારણ તમે અને એકમાત્ર તમે જ છો.
તમારી સફળતા વખતે લોકો તમને જેટલા સારા માને છે તેટલા સારા તમે નથી હોતા, તે જ રીતે તમારી નિષ્ફળતા વખતે લોકો તમને જેટલા ખરાબ માને છે તેટલા ખરાબ પણ તમે નથી હોતા.
આપણા લક્ષ્ય ને એટલું ઉચ્ચ બનાવી દો કે વ્યર્થ માટે સમય જ ના વધે.
તમારી પાસે જે નથી તેની ચિંતા છોડશો તો જ તમારી પાસે જે છે તેનો આનંદ મેળવી શકશો.
પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત માનવા કરતા પોતાનામાં રહેલા દોષોને સુધારવામાં આવે એમાં જ શાણપણ છે.
LIKE AND FOLLOW THIS BLOG.
SHARE WITH YOUR FRIENDS. :)