પાપ-પુણ્ય
પાપ એક પ્રકારનો અંધકાર છે જે જ્ઞાનનો પ્રકાશ થતા દુર થઇ જાય છે.
પાપ શું છે? “જે દિલમાં ખટકે તે.”
અઢારે પુરાણોનો સર આ છે: પારકાનું ભલું કરવું તે પુણ્ય છે અને બીજાને દુ:ખ દેવું તે પાપ છે.
પાપનો પ્રારંભ ભલે પ્રાત:કાળની જેમ ચમકતો હોય પરંતુ તેનો અંત તો રાત્રીની જેમ અંધકારમય જ હોય છે.
પાપનો ઘડો ભરાય ત્યારે ફૂટ્યા વગર રહે નહિ.
પાપ કરતી વખતે જેટલી મીઠાશ મળી હોય છે તેટલી જ કડવાશ તેના પરિણામરૂપે ગમે ત્યારે ભોગવવી જ પડે છે.
આખી દુનિયામાં પાપ દુર થઈ શકે છે,જો તેમનો સાચા દિલથી પશ્ચાતાપ કરીએ તો.
પાપની સ્વીકૃતિ મુક્તિના શ્રીગણેશ છે.
પાપ પરિપક્વ નથી થતા ત્યાં સુધી મીઠા લાગે છે, પણ પાકવા માંડે છે, ત્યારે બહુ દુ:ખ દે છે.
પાપ કદી પાપીને ઊંઘવા દેતું નથી.
પ્રસંશકો બેશક તમને ઓળખતાં હસે પરંતુ,
શુભચિંતકો ને તમારે જં ઓળખવા પડશે...
સંબંધોનું બિયારણ વાવજો ખૂબ સાવચેતી થી જરા ગફલત થશે તો આખે આખો ફાલ બદલાશે.