પ્રેમ - Love
પ્રેમ સ્વર્ગનો રસ્તો છે.
પ્રેમ સંસારની જ્યોતિ છે.
પ્રેમ આત્માનો સ્વમ્ભુ ફુવારો છે.
પ્રેમ પૂનમની દિવ્ય ચાંદની જેવો છે, તેમ પ્રેમ બળબળતા ઉનાળાની મધ્યાહનના ધોમ તડકા જેવો પણ છે.
પ્રેમ અતિશય મંદ સુવાસ પ્રસરાવતું એક સુંદરમાં સુંદર પુષ્પ છે.
પ્રેમ કરવો એ કળા છે પરંતુ નિભાવવો એ સાધના છે.
પ્રેમ આંખોથી નહિ પણ હૃદયથી જુવે છે તેથીજ પ્રેમના દેવ ને આંધળો કહે છે.
પ્રેમ પાપીઓને પણ સુધારી શકે છે.
બહેન અને ભાઈના પ્રેમ માં પવિત્રતા છે, પતિ અને પત્નીના પ્રેમ માં માદકતા છે, પવિત્રતા શાંતિ અર્પે છે અને માદકતા વ્યાકુળ બનાવે છે.
માનવતાનું બીજું નામ પ્રેમ છે. પ્રાણીમાત્ર સાથે પ્રેમ કરવામાં જ સાચી માનવતા છે.
સ્નેહ એક પ્રેરણા છે, પરંતુ શુદ્ધ સ્નેહ યોગ્ય રસ્તે કાર્ય કરી રહેલી પ્રેરણા છે.
સ્નેહની સહેવા સત્તાથી મેળવી શકાતી નથી અને પૈસા થી ખરીદી શકાતી નથી.
અંધારું જ જ્યાં આપણું હોય ત્યાં પારકાનું અજવાળું કામ ના આવે...
"જે ધાગા પરની ગાંઠ ખુલી શકે એવી હોય એના પર કાતર ક્યારેય નય ચલાવવી...
સંતાન થી સેવા ચાહો, સંતાન છો સેવા કરો.