દોષ - Defect
હજારો ગુણ પ્રાપ્ત કરવા સહેલા છે, પરંતુ એક દોષને દુર કરવો મુશ્કેલ છે.
સૌથી મોટો દોષ, કોઈ દોષનું ભાન ના હોવું તે છે.
પોતાના દોષને પોતાની પહેલા મારવા દો.
જે તમારા દોષોને દેખાડે તેને દાટેલું ધન દેખાડનાર સમજો.
અન્યના દોષ જોવા કરતા સહેલી બીજી કોઈ વસ્તુ નથી. નિંદા કરવામાં કોઈ જાતની હોશિયારીની ત્યાગની કે બુદ્ધિની જરૂર પડતી નથી.
ભયથી નિવારી શકાતા દોષોની સંખ્યા કરતા પ્રસંશા વડે પોષાતા ગુણોની સંખ્યા વધુ હોય છે.
બહુજ તેજ દિમાગ જોઇએ ભૂલો ગોતવા માટે,
પરંતુ એક સુન્દર દિલ હોવું જોઇયે ભૂલ કાબુલ કરવા માટે.
આપણામાં જો દોષ ન હોત તો તેને અન્યમાં શોધવામાં આપણને આટલો બધો આનંદ ન આવત.
જીવનમાં જો કોઈ ખરાબમાં ખરાબ દોષ હોય તો તે નિર્બળતા છે.
બીજાના દોષો કે અપૂર્ણતાઓને આપણામાં રહેલા દોષો શોધી કાઢવા માટે અરીસા રૂપ બનાવવા તે પોતાની જાત નું જ્ઞાન મેળવવાનો સારામાં સારો ઉપાય છે.
પોતે કરેલા કામમાં કોઈ દોષ શોધી ન શકે એવી અપેક્ષા રાખનાર વ્યક્તિ કોઈ કાર્યકરી ન શકે.
દોષ કાઢવો સહેલો છે, તેને સુધારવો અઘરો છે.
નવ્વાણું ટકા લોકો તેમેની ગમે તેટલી ભૂલો હોય તો પણ પોતાને દોષીગણવા તૈયાર હોતા નથી.
નથી શિખવો અમારે અહીંસા નો પાઠ સાહેબ.......સિંહ ને કુતરા ફાળી ખાય ઈ જીંદગી અમારા થી નો જીવાય.
સમય પ્રમાણે "જીદ" ને "સમજાવટ" મા બદલી દેવી પડે છે..
તારા ગુલાબી હોઠ છે કે ગુલાબની નાજુક પાંદડીઓ,
જરાક ખુલતા જ એ સ્મિતની સુવાસ ફેલાવી દે છે.