મન - Desire
જયારે મન પ્રસન્ન થી જાય છે ત્યારે બુદ્ધિ પણ સ્થિર થઇ જાય છે.જેને મનને જીતી લીધું છે, તેને ટાઢ-તડકો, સુખ-દુ:ખ, અને માન-અપમાન બધું સરખું છે.
મન ઉપર માનવીનો કાબૂ એટલે વિકાસ; માનવી ઉપર મનનો કાબૂ એટલે વિનાશ.
પ્રત્યેક વ્યક્તિના ચિત્તની સ્વસ્થતાનો આધાર તેના પોતાના મનની વૃત્તિ ઉપર જ રહે છે.
જેને મનને જીત્યું છે, તેને જગતને પણ જીત્યું છે.
અભ્યાસ અને વૈરાગ્યથી મન સહેલાઈથી વશમાં આવે છે.
જ્યાં સુધી મન જીત્યું ન હોય ત્યાં સુધી રાગ-દ્વેષ શાંત થતા નથી અને માણસ ઇન્દ્રિયોનો ગુલામ બની રહે છે.
મનનો બધો મેલ ધોવાઇ જાય ત્યારે જ ઈશ્વરના દર્શન થાય છે.
મનને મજબુત બનાવવાની એટલી જ જરૂર છે, જેટલી શરીરના પોષણ માટે ભોજનની જરૂર છે.
મન જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે.
મનના ભાવથી જ પાપ માનવામાં આવે છે, વચન કે કર્મથી નહિ.
મનની બદલાયેલી પ્રવૃત્તિ માનવીનું ચારિત્ર્ય, ટેવો અને જીવનને બદલી નાખે છે.
સંસાર "જરૂરત" ના નિયમ પર ચાલે છે,
શિયાળામાં માનવી જેના દર્શન માટે તડપતો હોય છે,
તે જ સુરજ તેને ઉનાળામાં આકરો લાગે છે.
જીવનમા કયારેક ખરાબ દિવસ નો અનુભવ થાય ને, તો એટલો જુસ્સો જરુર રાખજો કે દિવસ ખરાબ હતો જિંદગી નહિ..
"ઘર નાનું હોય કે મોટું" પણ
જો મીઠાશ ન હોય તો...
માણસ તો શું કીડીઓ પણ નથી આવતી..