પુસ્તક - Book
સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે.સારા પુસ્તકો જેવો કોઈ કાયમી મિત્ર નથી.
જે પુસ્તક તમને સૌથી વધુ વિચારવા માટે વિવશ કરે છે,
તે પુસ્તક તમારા માટે સૌથી વધુ સહાયક નીવડે છે.
પુસ્તક પ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી છે.
પુસ્તકો સમયના વિશાળ સાગરમાં ઉભી કરવામાં આવેલી દીવાદાંડી સમાન છે.
પુસ્તકોનું સંકલન જ આજના યુગનું વાસ્તવિક વિદ્યાલય છે.
જુના કપડા પહેરીને પણ નવા પુસ્તકો ખરીદવા જોઈએ.
વિચારોના યુધ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે.
પુસ્તકો મન માટે સાબુનું કાર્ય કરે છે.
જે પુસ્તક બંધ જ રહે છે તે કાગળના ઢગલા જેવું છે.
સ્વાધ્યાય દ્વારા આત્મ વિકાસ કરવાનું મોટું સાધન પુસ્તક છે.
પુસ્તકો જાગ્રત દેવતાઓ છે, તેમની સેવા કરીને તાત્કાલિક વરદાન પ્રાપ્ત કરી શકાય છે.
તમારા કદીયે નિષ્ફળ ન જનારા મિત્રોમાં પુસ્તકો સૌથી મોખરે છે.
મુંઝવણ સાથે દોડવા કરતા, આત્મવિશ્ર્વાસ સાથે ચાલવું વધારે સારુ.
આખી જીંદગી ધાર કાઢ્યા કરો તલવારની,
અને છેવટે સોયથી કામ પતે, એમ પણ બને..
0 Comments