સ્ત્રી - Woman
જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે, ત્યાં દેવો પ્રસન્ન થાય છે.
સ્ત્રી એ પુરુષનો પોષક છે અને પુરુષ એ સ્ત્રીનો શણગાર છે.
જયારે સ્ત્રીઓનું હૃદય પવિત્રતાનો સાર બની જાય છે ત્યારે જગતમાં એનાથી વધુ કોમળ કોઈ વસ્તુ હોતી નથી.
સ્ત્રી યુવાવસ્થામાં ગૃહલક્ષ્મી, પ્રોઔધાવસ્થામાં જીવનસંગીની અને વૃદ્ધાવસ્થામાં પરિચારિકા હોય છે.
સ્ત્રી સ્નેહ અને સરળતા એ એક જ વસ્તુના વિવિધ નામો છે.
સ્ત્રી મોટામાં મોટું દુઃખ પણ હોઠો પર સ્મિત સાથે સહી લે છે.
સ્ત્રી પુરુષની સહભાગી, તેના ધર્મની રક્ષક, તેની ગૃહલક્ષ્મી તથા તેને દેવત્વ સુધી પહોંચાડનારી રાધિકા છે.
સુયોગ્ય પત્ની પરિવારની શોભા અને ગૃહની લક્ષ્મી છે.
સ્ત્રીની આંખોમાં કાનુન કરતા પણ વધારે શક્તિ હોય છે. તેના આંસુ કોઈ પણ તર્ક કરતા વધારે પ્રભાવશાળી હોય છે.