અસત્ય - Untrue
અસત્ય અંધકારરૂપ છે. આ અંધકારથી મનુષ્ય અધોગતિ પામે છે. અંધકારમાં ફસાયેલી વ્યક્તિ પ્રકાશ જોઈ શક્તી નથી.
અસત્ય ઉચ્ચારનારને કોઈ મિત્ર મળતો નથી.પુણ્ય કે યશ પણ મળતાં નથી.
અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.
જુઠનાં અસંખ્ય રૂપ હોય છે, જયારે સત્યનું ફક્ત એક જ રૂપ હોય છે.
જે માણસ જુઠું બોલતાં ડરે છે, તે પછી બીજા કશાથી ડરતો નથી.
લોકો સાપ થી ડરે છે તેવી જ રીતે જુઠું બોલનાર માણસથી પણ ડરે છે, સંસારમાં સત્ય જ સૌથી મોટો ધર્મ છે, તે જ બધી વસ્તુઓનો મૂળ છે.
જુઠો માનસ જુઠને સત્ય જેવું દેખાડવાથી કારકિર્દીની શરૂઆત કરે છે, અને અંતે સત્યને જુઠ જેવું દેખાડવા ઉપર પહોચી જાય છે.
જુઠ બોલવાનો લાભ હોય તો એટલોજ કે કોઈ આપણા ઉપર વિશ્વાસ ન મુકે અને જયારે આપણે સાચું કહેતા હોઈએ ત્યારે પણ આપણી વાતને કોઈ ન મને.
જુઠ બોલવું એ તલવારના ઘાજેવું છે, ઘા તો રુઝાઈ જાય છે પરંતુ તેની નિશાની કાયમ માટે રહી જાય છે.