ઈશ્વર - God
ઈશ્વર એટલે એક એવું વર્તુળ, જેનું કેન્દ્ર સર્વત્ર હોય છે. પણ જેનો પરિઘ ક્યાય હોતો નથી
નાસ્તિકને મન ઈશ્વર શૂન્ય છે, આસ્તિકને મન ઈશ્વર પૂર્ણવિરામ છે
ઈશ્વર નિરાકાર છે પણ તેના ગુણ-કર્મ-સ્વભાવ અનંત છે
ઈશ્વર એક જ છે, ભક્તો જુદી જુદી રીતે તેને વર્ણવે છે
ઈશ્વરની કૃપા વગર મનુષ્યમાત્ર પ્રયત્નથી કઈ પણ મેળવી શકતો નથી
જ્યાં શુધી કામિની અને કંચનનો મોહ છૂટતો નથી ત્યાં સુધી ઈશ્વરના દર્શન થઇ શકતા નથી
જે પ્રભુની કૃપામાં સાચેસાચ વિશ્વાસ મુકે છે, તેને માટે એ કૃપા અનંત વહેતી રહે છે
પરમાત્મા હમેશા દયાળુ છે. જે શુદ્ધા અંતઃકારણ થી તેની મદદ માંગે છે તેને તે અવશ્ય આપે છે
પરમાત્માની શક્તિ અમર્યાદ છે. માત્ર આપણી શ્રદ્ધા જ અલ્પ હોય છે
ઈશ્વરનું સ્મરણ સર્વ રોગોની એક માત્ર મહાન દવા છે.
પ્રભુને સમજવા હોય તો પોતાના બધા જ પૂર્વગ્રહો અને પસંદગીઓ બાજુમાં મૂકી દેવા જોઈએ