કીર્તિ - Glory
કીર્તિ એ એક એવી તરસ છે જે ક્યારેય બુઝાતી નથી.કીર્તિ વીરતાપૂર્ણ કાર્યોની સુવાસ છે.
પ્રતિદ્વંદી દ્વારા કરવામાં આવેલી પ્રશંસા જ સર્વોતમ કીર્તિ છે.
કીર્તિ આવે છે ત્યારે સ્મૃતિ અદ્રશ્ય બની જાય છે.
કીર્તિ મેળવવા માટે ઘણા સારા કામ કરવા પડે છે, પણ અપકીર્તિ મેળવવા માટે એક જ ખરાબ કામ પુરતું છે.
પ્રતિષ્ઠિત પુરુષને માટે અપકીર્તિ મૃત્યુ કરતા પણ વધારે છે.
યશનો માર્ગ સ્વર્ગના માર્ગ જેટલો કષ્ટદાયક છે.
સંપત્તિ પ્રયત્ન વગર અને રાતોરાત આવી શકે…
બાકી સંસ્કાર અને સમજણને આવતાં તો…. પેઢીઓ લાગે છે.
હજારો વર્ષનો યશ એક દિવસના ચરિત્ર પર નિર્ભર છે.
યશ ત્યાગથી પ્રાપ્ત થાય છે, દગાથી નહિ.
યશ મિત્રનું કામ કરે છે અને તેને પ્રાપ્ત કરીને બધા પ્રસન્ન થાય છે.
પોતાના અંતરાત્મા ના અવાજ અનુસાર ચાલવાથી કીર્તિ સહજ રીતે પ્રાપ્ત થાય છે.
0 Comments