વિશ્વાસ - Faith
વિશ્વાસ એવું પક્ષી છે જે પ્રભાતના પહેલા અંધકારમાં પ્રકાશનો અનુભવ કરાવે છે.વિશ્વાસ જીવનની શક્તિ છે.
વિશ્વાસ બધા જ વરદાનોનો આધાર છે.
વિશ્વાસ પ્રેમની પહેલી સીડી છે.
વિશ્વાસનો અભાવ અજ્ઞાન છે.
પ્રબળ વિશ્વાસ એ જ મહાન કાર્યોનો જનક છે.
વિશ્વાસથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે અને અવિશ્વાસ થી અવિશ્વાસ, આ એક પ્રાકુતિક નિયમ છે.
વિશ્વાસ એવી શક્તિ છે જે માનવને જીવિત રાખે છે, વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે.
વિશ્વાસમાં વિશ્વાસ, પોતાનામાં વિશ્વાસ, ઈશ્વરમાં વિશ્વાસ- આ જ મહાનતાનું રહસ્ય છે.
આપણી અંદર ઈશ્વરની ઉપસ્થિતિ એ જ વિશ્વાસ છે.
વિશ્વાસમાં એવી પ્રબળ અને અનન્ય શક્તિ છે કે જે પાણીને ઘીમાં અને રેતીને ખાંડમા ફેરવી શકે છે.