વિદ્યા - Erudition
વિદ્યા પોતે જ એક શક્તિ છે.વિદ્યા એક એવી વીંટી છે, જે વિનયના નંગ વડે જ દીપે છે.
વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.
વિદ્યા એ તો પુરુષની અનુપમ કીર્તિ છે.
વિદ્યા કામધેનું જેવી છે.
વિદ્યાનું ફળ ઉત્તમ ચારિત્ર્ય અને સદાચાર છે.
વિદ્યાદાન અન્નદાનથી ચડિયાતું છે. અન્નથી ક્ષણિક તૃપ્તિ થાય છે, જયારે વિદ્યાથી જિંદગીભરની તૃપ્તિ થઇ જાય છે.
ચોપડીઓ મગજમાં ભરવી એનું નામ વિદ્યા નથી, ચોપડીઓના જ્ઞાનને મગજમાં ઊતારવું એ જ સાચી વિદ્યા છે.
જેમ તેજ-પ્રકાશ અંધકાર સમૂહને નષ્ટ કરે છે, તેવી જ રીતે વિદ્યા અવિદ્યાને નષ્ટ કરી નાખે છે.
ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ.