ચારિત્ર્ય - Complexion
સુંદર ચારિત્ર્ય સુંદર દેહ કરતા વધુ સારું છે, શિલ્પો અને ચિત્રો કરતા એ ઉચ્ચતર આનંદ આપે છે.
ચારિત્ર્યનો પાયો સત્કારમાં છે, અને સત્કર્મોનો પાયો સત્ય છે.
વ્યક્તિગત ચારિત્ર્ય સમાજની મોટી આશા છે.
પ્રતીભાતો ચારિત્ર્યની દાસી માત્ર છે.
પ્રવૃતિઓનું સર્વોત્તમ વિકાસ એકાંતમાં થાય છે, પણ ચારિત્ર્યનું સુંદર નિર્માણ ઝંઝાવાત માં પણ થઇ શકે છે.
માનવીનું ચરિત્ર એ કંટાળી વાડ છે. રંગરોગાનથી તે મજબુત ના બને.
સ્વાશ્રય અને સંયમ એ ચારિત્ર્યના બે ફેફસા છે.
સુંદર ચારિત્ર્ય એ તમામ કલાઓ માં સૌથી સુંદર કલા છે.
ચારિત્ર્ય મનુષ્યની સર્વ શ્રેષ્ઠ સંપતિ છે.
ચારિત્ર્ય એક એવો હીરો છે, જે દરેક પ્રકારના પત્થરને ઘસી શકે છે.
ચારિત્ર્ય પરિવર્તિત થતું નથી, વિચાર પરિવર્તિત થાય છે, પણ ચારિત્ર્યને વિકસિત કરી શકાય છે.
ચારિત્ર્ય જીવનમાં શાસન કરનાર તત્વ છે, અને તે પ્રતિભાથી પણ ઉચ્ચ છે.
પ્રતિભાને ચારિત્ર્ય ગણી લેવાની ભૂલ કદીએ ના કરવી ઘટે.
શાયર અને અગરબત્તિ બંન્ને એક સરખા જ છે
કારણ કે બંન્ને સળગે પછી જ લોકો વાહ... વાહ કરે
ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ,
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ !!
ક્યારેક બીજા માટે તમારી ખુશી તો મુકી જોજો,
આવનારી ખુશી નુ વ્યાજ બમણુ થઈ ને આવશે. . .