દયા - Commiseration
દયા એવી ભાષા છે જે બેહરા સાંભળી શકે છે અને મુંગા પણ સમજી શકે છે.
દયાથી ભરપુર દિલ એ સૌથી મોટી દોલત છે, કારણકે દુન્વયી દોલત તો નીચ માનવી પાસે પણ હોય છે.
દયાશીલ અંત:કરણ પ્રત્યક્ષ સ્વર્ગ છે.
ભયથી વ્યાપ્ત આ સંસારમાં તે જ વ્યક્તિ નિર્ભય રહી શકે છે, જે બધા પર દયા ભાવ રાખે છે.
દયા સુખોની લતા છે.
દયા આપણને ઈશ્વર તુલ્ય બનાવે છે.
દયા એવી સોનાની જંજીર છે જેના વડે સમાજ પરસ્પર બંધાયેલો છે.
જે સાચો દયાળુ છે તે જ સાચો બુદ્ધિમાન છે.
દયા મોટામાં મોટો ધર્મ છે.
દયા સજ્જનતાની મૂળભૂત નિશાની છે.
દરેકને માટે દયાળુ અને કોમલ બનવું, પરંતુ પોતાના માટે કઠોર રહેવું.
દયા, દયાને જન્મ આપે છે.
દયા કરાવી એટલે ઉચે જવું, પરંતુ દયાપાત્ર બનવું એટલે પોતાના તેજને ઓછું કરવું.
અહિયાં મોબાઈલ સરખી રીતે ચાર્જ નથી થતો, અને લોકો ને પેહલી નજર માં પ્રેમ થાય જાય છે...
જિંદગી એટલે...
ફાટેલા ખિસ્સે ઠસોઠસ ભરેલી પ્રવાહી અપેક્ષાઓ...!!
સફળતા એ લોંગ જમ્પ કે હાઇ જમ્પ નથી પણ તે એક મેરાથોન છે.