કલા - Art
કલા તો સત્ય નો શૃંગાર છે.કલાનું અંતિમ અને સર્વોચ્ચ ધ્યેય સોંદર્ય-દર્શન છે.
જેમાં કઈ પણ છુપાવવાનું હોય તે કલા હોઈ ના શકે.
કલા જીવનની દાસી છે, તેનું કાર્ય જીવનની સેવા કરવાનું છે.
માત્ર આંખ અને કાન ને સંતોષે તે જ કલા નથી, જે આત્માને ઉન્નત કરે તે વાસ્તવિક કલા છે.
સાચી કલા ઈશ્વરનું ભક્તિપૂર્ણ અનુસરણ છે.
સાચી કલા તો આત્માનો અવિર્ભાવ છે.
દરેક પ્રકારની કલા ફક્ત પ્રકૃતિનું અનુકરણ છે.
કલા વિચારોને મૂર્તિમાં પરિવર્તિત કરી આપે છે.
સૌન્દર્યનો પાઠ માત્ર કલા જ શીખવે છે.
વિશુદ્ધ કલાના સર્જન માટે કલાકારનું અંત:કરણ નિર્દોષ હોવું જોઈએ.
માનવ માત્ર માટે પ્રેમ રાખવો એ કલાકાર બનવા માટેની પહેલી શરત છે.
ચિત્રકાર એટલે વેચાઈ શકે એવી વસ્તુઓ ચીતરનારો, જયારે કલાકાર એટલે તે જે ચીતરે તે વેચાઈ જાય.
બધી કલાઓમાં જીવન જીવવાની કલા શ્રેષ્ઠ છે. સારી રીતે જીવી જાણે તે જ સાચો કલાકાર છે.
કલાકાર પ્રકૃતિનો પ્રેમી છે, એટલે તે એનો દાસ પણ છે અને સ્વામી પણ.